રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર જુગલજી ઠાકોરે આજે (મંગળવાર) વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા છે. આ પહેલા તેમણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, તથા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડતા તેના પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બંને બેઠકો પર પેટા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા એક બેઠક પર કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણા ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.