ભાજપ દ્વારા પોતાની રાષ્ટ્રીય કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે નવી ટીમની જાહેરાત કરી હતી. જેમાં રાષ્ટ્રીય કાર્યસમિતિમાં પ્રમુખ તરીકે પીએમ મોદીની વરણી કરાઈ છે. જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોષીની તેમાં વાપસી થઈ છે. આ સિવાય કાર્યસમિતિમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયેલ તેમજ તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓને સામેલ કરાયા છે.
ભાજપની કારોબારીમાં કુલ 309 સભ્યો જાહેર કરાયા છે. આ વખતે મેનકા ગાંધીનુ નામ તેમાં નથી. રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર તેમાં સામેલ છે.