લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. ભાજપે ઘણા સમય અગાઉથી જ ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કદાચ આ પ્રથમ વખત બન્યું છે, જેમાં લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે પોતાના ૧૯૫ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા નવો દાવ ખેલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના નામની સાથે 'મોદી કા પરિવાર'નું સ્લોગન જોડી દીધું છે. મહત્વનું છે કે, એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ 'મેં હૂં મોદી કા પરિવાર'નો નારો આપ્યો હતો.