કેન્દ્ર સરકારમાં ટોચના સરકારી પદો પર પરીક્ષા વગર જ સીધી લેટરલ એન્ટ્રીથી પસંદગીને લઇને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં જ યુપીએસસીએ આવા કેટલાક પદો ભરવાની જાહેરાત કરી હતી. જેને પગલે હવે અનામતને બાયપાસ કરવામાં આવી રહી હોવાનો આરોપ થઇ રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે લેટરલ એન્ટ્રીથી સરકારી પદો આપી દેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેશના દલિતો, આદિવાસી અને ઓબીસી પર સીધો હુમલો છે.