ભાજપે લોકસભા ચૂંટણી પહેલા ફંડ અભિયાન શરુ કર્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ યોગદાન આપ્યું છે. તેમણે આજે ટ્વિટર પર એક રશીદ શેર કરી તમામ લોકોને યોગદાન આપવા વિનંતી કરી છે. તેમણે નમો એપ દ્વારા ભાજપના ‘ડોનેશન ફૉર નેશન બિલ્ડિંગ’ અભિયાનમાં જોડાવા તમામ નાગરિકોને અપીલ કરી છે. તેમણે શેર કરેલી રશીદ મુજબ રાજકીય પક્ષોને અપાતું ડોનેશન ઈન્કમટેક્સ એક્ટ-1961 હેઠળ, કંપનીઓ માટે કલમ 80GGB અને અન્ય લોકો માટે કલમ 80GGC હેઠળ ટેક્સ મુક્ત (Tax Free) છે.
PM મોદીનું પાર્ટી ફંડમાં રૂ.2000 રૂપિયાનું યોગદાન