કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી વિષે કરેલા વિધાનો અંગે શાસક પક્ષ ભાજપે આજે રાહુલ ગાંધી ઉપર આક્રમણ તીવ્ર બનાવી દીધું હતું. ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ રાહુલના વિધાનોની તપાસ કરવા માટે એક વિશિષ્ટ સમિતિ રચવા માંગણી કરી હતી. આ સાથે દુબેએ તેમ પણ કહ્યું હતું કે, તે સમિતિ રાહુલ ગાંધીનું સભ્યપદ પણ દૂર કરવા વિચારશે.