સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના લલ્લુ સિંહને ૫૪૫૬૭ મતોથી હરાવી ભાજપને મોટો આંચકો આપ્યો છે. અવધેશ પ્રસાદને ૫૫૪૨૮૯ જ્યારે લલ્લુ સિંહને ૪૯૯૭૨૨ મતોથી હરાવ્યા છે.
સિંહ અયોધ્યા જિલ્લામાં આવેલ ફૈઝાબાદ બેઠકના વર્તમાન સાંસદ હતાં. ભાજપ માટે આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણકે ભાજપ ૧૯૯૦ના દાયકાથી રામ મંદિર નિર્માણની માંગ કરી હતી અને ૨૦૨૪માં ભાજપનું આ સ્વપ્ન પૂર્ણ થયું હતું.