ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહ વિરુદ્ધ ભાજપે (BJP) મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, BJP એ બિહારની કરકટ લોકસભા સીટપરથી અપક્ષ ઉમેદવારતરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહને હાંકી કાઢ્યા છે. એટલે કે હવે પવન સિંહ ભાજપ (BJP) ના સભ્ય નથી. જણાવી દઈએ કે પવન સિંહ NDA ના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ આ કારણસર પવન સિંહની હકાલપટ્ટી કરી છે.