ભાજપે તેલંગાણામાં તેના એકમાત્ર ધારાસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન રદ કર્યું છે. ટી રાજા સિંહની મો. પયગંબર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપે ઓગસ્ટ 2022માં તેમને સસ્પેન્ડ કર્યા હતા. હવે ભાજપે વિધાનસભા ચૂંટણી વચ્ચે ટી રાજા સિંહનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે મતગણતરી થશે. 2018માં ભાજપે તેલંગાણામાં 119માંથી 118 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમાંથી માત્ર ટી રાજા સિંહ જ જીતી શક્યા હતા. તેઓ ગોશામહલ બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.