દેશમાં આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં ૧૩ રાજ્યોની ૨૯ વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો પર મંગળવારે જાહેર થયેલા પરિણામો ભાજપ માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે. હિમાચલ અને બંગાળમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જોકે, આસામે ભાજપની લાજ રાખી હતી તેમજ બિહાર અને પૂર્વોત્તરના રાજ્યોએ એનડીએને વધુ બેઠકો અપાવી હતી. ૨૯ વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે સૌથી વધુ આઠ બેઠક જીતીને ભાજપને આગામી ચૂંટણીઓ માટે સીધો પડકાર ફેંક્યો છે. વિધાનસભા બેઠકોમાં પક્ષ તરીકે કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે જ્યારે સાથી પક્ષોની મદદથી એનડીએએ ૩૦માંથી કુલ ૧૧ બેઠકો જીતી હતી. પેટા ચૂંટણીઓમાં હિમાચલ સિવાય મોટાભાગે રાજ્યોના શાસક પક્ષોનું પ્રભુત્વ રહ્યું હતું.