લોકસભા ચૂંટણી 2019 માટે રવિવારે ભાજપે વધુ 7 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં દિલ્હીની ચાર સીટ પણ સામેલ છે. ભાજપે ચાંદની ચોક પરથી ડો. હર્ષવર્ધન, નોર્થ ઇસ્ટ દિલ્હીમાંથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીમાંથી પ્રવેશ વર્મા અને સાઉથ દિલ્હીમાંથી રમેશ બિધુડીને ઉમેદવાર બનાવ્યા છે.
સાથે જ પંજાબની અમૃતસર અને ઉત્તર પ્રદેશની ઘોસી સીટ માટે પણ ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે. અમૃતસર સીટ પર યુપીમાં ભાજપના રાજ્યસભા સાંસદ હરદીપ પુરીને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 2014માં અમૃતસર સીટ પરથી અરુણ જેટલી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા. તો ઘોસીમાં હાલના સાંસદ હરિનારાયણ રાજભરને ફરી ટિકિટ આપવામાં આવી છે. તો દિલ્હીમાં પણ ભાજપે રીપિટ ઉમેદવારો જ ઉતાર્યા છે.
રવિવારે સાંજે ભાજપે દિલ્હી સહિત ઇન્દોર, અમૃતસર અને યુપીની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભાજપે ઇન્દોરથી શંકર લલવાનીને ટિકિટ આપી છે. જ્યારે હરદીપ પુરી અમૃતસર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે યુપીની ઘોષી બેઠકથી હરિનારાયણ રાજભરેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.