ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષ માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ સુખદ જ નહોતું પરંતુ પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો તરફથી દાન તરીકે રૂ. 2,244 કરોડ મળ્યા, જે વર્ષ 2022-23માં મળેલા દાન કરતાં ત્રણ ગણા વધુ છે.
ચૂંટણી પંચે રિપોર્ટ જાહેર કર્યો
ચૂંટણી પંચના અહેવાલ મુજબ, ભાજપને 2023-24માં ટ્રસ્ટ અને કોર્પોરેટ ગૃહો તરફથી કુલ રૂ. 2244 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પક્ષોના ડોનેશનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.