કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જર્મનીના હેમ્બર્ગમાં આપવામાં આવેલ ભાષણમાં બેરોજગારીને આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જાડવાને લઈને ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આઈએસઆઈએસ ની સ્થાપનાને ન્યાયસંગત જાહેર કરવાની વાત સાંભળીને હું ભયભીત છું. રાહુલ ગાંધીએ મોદી સરકારની નીતિઓની ટીકા કરતા આરોપ લગાવ્યા હતા.