વીર સાવરકર પર રાહુલ ગાંધીએ કોંગ્રેસની રેલીમાં આપેલા નિવેદનને લઈને ભાજપના નેતાઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર ચારે તરફથી હુમલા કરી રહ્યા છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તો નવો વિવાદ છેડ્યો છે. ડો.સ્વામીએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને બુધ્ધુ ગણાવ્યા છે અને કહ્યુ છે કે, રાહુલ ગાંધીએ પોતાના પૂર્વજોની ભુલો માટે માફી માંગવી જોઈએ. જેમણે 1962ના યુધ્ધમાં ભારતની સેનાને દગો આપ્યો હતો. સ્વામીનો ઈશારો પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ તરફ હતો.
રાહુલની નાગરિકતા રદ્દ કરવામાં આવે : સુબ્રમણ્યમ સ્વામી
સ્વામીએ લખ્યુ છે કે, રાહુલ ગાંધીના નાના-નાની એટલે કે સોનિયા ગાંધીના માતા-પિતા હિટલર સાથે અને મુસોલિની સાથે જોડાયેલા હતા. રાહુલ ગાંધીની જ નાગરિકતા રદ કરવામાં આવે.