હેમુગઢવી હોલ ખાતે PM મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રોજગાર મેળો યોજાયો હતો. આ રોજગાર મેળામાં કુલ 203 લોકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 174 પોસ્ટ વિભાગના અને બાકીના 29 એઇમ્સ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. લોકસભાના સાંસદ કુંડારિયા અને રેલમંત્રી દર્શનાબેન જરદોસે પણ રોજગાર મેળા બદલ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.