રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ મદનલાલ સૈનીને રાજસ્થાન ભાજપના પ્રદેશપ્રમુખ બનાવીને ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે. મદનલાલ સૈની રાજ્યસભામાં ભાજપના સાંસદ છે. સૈનીને પ્રદેશપ્રમુખ બનાવીને રાજસ્થાનમાં ભાજપે ઓબીસી સમુદાયની નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. અશોક ગેહલોતની સામે ભાજપે આ કાર્ડ ખોલ્યું છે કેમકે માલી સમુદાય કોંગ્રેસને વોટ આપતો રહ્યો છે. સૈની પણ તે સમુદાયથી આવે છે.