ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. AAP કાર્યકરોનું પ્રદર્શન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં છે. જ્યારે ભાજપના કાર્યકરોએ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો વિરોધ ચાલુ છે. આજે પાર્ટી વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરશે. કેજરીવાલની 21 માર્ચે દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે ભાજપે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.