ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યુ કે, કોંગ્રેસનો મુખ્ય હેતુ બંધારણ બચાવવાનો નથી. જો કે, પરિવાર બચાવવાનો છે. રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર દલિત અને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.