ભાજપ તરફથી ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યા છે. ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં SPG સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેનો હવાલો 'દેશભક્ત' તરીકે આપ્યો. જેને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન બુધવારે (27 નવેમ્બર) આપ્યું હતું. જોકે, હંગામો થયા બાદ સ્પીકરે પ્રજ્ઞાના આ નિવેદનને લોકસભાની કાર્યવાહીથી હટાવી દીધું છે.