નવી દિલ્હીસ્થિત ભાજપ કાર્યાલય પર પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ હાજરી આપી. બેઠકમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી રણનીતિ મામલે માર્ગદર્શન પણ અપાયું હતું. પક્ષના ઉમેદવારોની બીજી યાદીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.