દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ દિલ્હીને આપ્યા હતા. નમો ભારત નેટવર્કના વિસ્તાર અને નવી મેટ્રો લાઇનના ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદીએ રોહિણીના જાપાની પાર્કમાં ભાજપની રેલીને સંબોધી હતી, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર દિલ્હીમાં કામ નથી કરવા દેતી તેવા આપ જુઠા આરોપો લગાવે છે.