Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપે પાર્ટીના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી(સંગઠન), રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા સહિત ઘણાં મહત્વપૂર્ણ પદોમાં ફેરફાર કર્યો છે.

જેપી નડ્ડાએ પાર્ટીમાં ફેરફાર કરતા 12 નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી, એક રાષ્ટ્રીય મહામંત્રી, 3 રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી, 13 રાષ્ટ્રીય મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 સહ કોષાધ્યક્ષ, એક કેન્દ્રીય કાર્યાલય સચિવ અને એક પ્રભારી રાષ્ટ્રીય આઈટી એન્ડ સોશિયલ મીડિયાના નામની પણ જાહેરાત કરી છે.

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાને પાર્ટીના યુવા મોરચાના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ પૂનમ મહાજનની જગ્યા લેશે. ભાજપે નવા ચહેરાઓમાં રામ માધવ, પી મુરલીધર રાવ, અનિલ જૈન અને સરોજ પાંડેને સામાન્ય સચિવ બનાવવાની તક આપી હતી.

આ સિવાય યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, OBC માર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જાતિના મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, અનુસૂચિત જનજાતિ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અલ્પસંખ્યક માર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ જાહેરાત કરી છે. 23 રાષ્ટ્રીય પ્રવક્તાના નામ પણ જાહેર કર્યા છે.

ગુજરાત ભાજપમાંથી એક માત્ર સાંસદ ભારતી બેન શિયાળનો સમાવેશ થાયો છે. ભારતીબેન ભાવનગર લોકસભા સીટ પરથી સાંસદ છે. તેમની સિવાય ગુજરાતના કોઈ નેતાનો આ ટીમમાં સમાવેશ થયો નથી.

ઉલ્લેખનિય છે કે, ગત એપ્રીલ મહિનામાં જ નવી ટીમની જાહેરાત થવાની હતી પરંતુ કોરોનાની સ્થિતિને કારણે નવી ટીમની જાહેરાત મુલતવી રાખવામાં આવી હતી. જેપી નડ્ડાએ કેટલાક મહિના પહેલાં વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિચાર કર્યા બાદ રાષ્ટ્રીય અધિકારીઓની યાદીતૈયાર કરી હતી. પરંતુ કોરોનાના કારણે પાર્ટી હાઈકમાન્ડ મીટિંગ બોલાવીને ન તો નવી ટીમને લીલી ઝંડી આપી શકે કે ન તો રાષ્ટ્રીય અધિકારીઓની મીટિંગ બોલાવી શકે. આથી નવી ટીમની જાહેરાત મુલતવી રાખવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ