ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટીમમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા વિનોદ તાવડેને મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ બિહારના ઋતુરાજ સિન્હા અને ઝારખંડના આશા લકડાને રાષ્ટ્રીય સચિવ જ્યારે પશ્ચિમ બંગાળના ભારતી ઘોષ અને કોંગ્રેસના પૂર્વ નેતા શહજાદ પૂનાવાલાને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે.
ભાજપના મહાસચિવ અરૂણ સિંહે રવિવારે એક સત્તાવાર નિવેદન દ્વારા આ નિયુક્તિઓની જાહેરાત કરી હતી. અત્યાર સુધી તાવડે નડ્ડાની રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમમાં સચિવ પદે હતા અને તેઓ હરિયાણાનો પ્રભાર સંભાળી રહ્યા હતા. તેમને બઢતી આપીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.