-
જમ્મુ-કાશમીરમાં છેલ્લાં ઘણાં સમયથી ભારે અરાજક્તા અને અજંપાભરી ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ભારતના નકશામાં મુગટ સમાન આ રાજ્યમાં ભાજપ અને પીડીપીની સંયુક્ત ગઠબંધનવાળી સરકાર છે. મુખ્યમંત્રી પદે પીડીપીના મહેબુબા મુફ્તિ છે તે નાયબ મુખ્યમંત્રીપદે ભાજપના નિર્મલસિંહ છે. હાલમાં એક બનાવ એવો બન્યો કે જેનો પડઘો સુપ્રિમ કોર્ટ અને માનવ અધિકાર પંચ સુધી સંભળાયો. કાશ્મીરના શોપિયા વિસ્તારમાં ભારતીય સેનાના જવાનો રાબેતા મુજબ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા ત્યારે સ્થાનિક ટોળાએ તેમને ઘેરી લીધા. રાબેતા મુજબ ભારે પથ્થરમારો કર્યો. જવાનોએ તેમને ચેતવણી આપીને વિખેરાઇ જવા અને રસ્તો આપવા કહ્યું. ઉગ્ર ટોળાએ ત્યારબાદ તેમની ગાડીઓને સળગાવવાનો અને ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે જવાનોએ ગોળીબાર કર્યો જેમાં બે લોકો માર્યા ગયા. વાત આગળ વધી અને ભાજપ-પીડીપી સરકારે સેનાના તે વખતના ફરજ પરના મેજર અને જવાનો પર હત્યાનો કેસ કર્યો. બીજી તરફ આ જ સરકારે પથ્થરમારાના બનાવમાં સંડોવાયેલા 9 હજાર લોકો સામેના કેસો પાછા ખેંચ્યા. આ દેખીતો વિરોધાભાસ છે.
ભાજપ-પીડીપી સરકાર દ્વારા જેમની સામે હત્યાનો કેસ કરવામાં આવ્યો તે મેજરના પિતાએ સુપ્રિમ કોર્ટમાં ધા નાંખી અને કેટલાક જવાનોના બાળકોએ માનવ અધિકાર પંચમાં ધા નાંખી કે માનવ અધિકારો શું માત્ર પથ્થરમારો કરનારા ટોળાના જ હોય છે? દેશની સુરક્ષા કરતાં જવાનોના માનવ અધિકારોનું શું? આ બે જુદી જુદી ઘટના નોંધપાત્ર અને આઝાદ ભારતના ઇતિહાસમાં કદાજ પ્રથમ છે કે જેમાં સેનાના કર્મીઓના પરિવારજનો જાહેરમાં આવ્યાં હોય અને એક સરકારના નિર્ણયને પડકાર્યા હોય. સેનાના જવાનો સામે કેસ છે એટલે સેના દ્વારા તેનો કોર્ટમાં યોગ્ય બચાવ થશે. પણ જવાનોના બાળકો દ્વારા તેમના પિતા કે જે દેશ માટે ફરજ બજાવે છે તેમના માનવ અધિકારનો પ્રશ્ન ઉદભવે છે. મેજર આદિત્યના પિતાએ પર્સનલી સુપ્રિમ કોર્ટમાં જવાને બદલે ભારત સરકારને કોર્ટ કાર્યવાહી કરવા દેવી જોઇએ. જવાનોના બાળકોએ લશ્કરના જવાનોના માનવ અધિકારનો મુદ્દો ભારત સરકાર અને સંસદ સમક્ષ પણ રજૂ કર્યો છે. આ બધી કાર્યવાહી થાય ત્યાં સુધી તેમને રોકવામાં આવતાં નથી. મેજરના પિતાએ શા માટે પોતાનો ખર્ચ કરવો જોઇએ? એ કામ અને ફરજ ભારત સરકારનું છે. ભારત સરકાર ભાજપ-પીડીપી સરકાર દ્વારા કરાયેલા હત્યા કેસમાં ફરજ પરના જવાનોને બચાવવા માટે કાનૂની કાર્યવાહી કરશે જ. પણ રાજકીય રીતે જોઇએ તો ભાજપ શા માટે મહેબુબા અને પીડીપીની જવાબદારી વહન કરી રહ્યું છે?પીડીપીની છાપ તો ભાજપ જાણે જ છે છતાં તેમણે ગઠબંધનવાળી સરકાર રચી પણ પરિણામ, પીડીપીની સાથે ભાજપ પણ બદનામ થઇ રહ્યું છે. શોપિયાના કિસ્સામાં ફરજ પરના જવાનો સામે હત્યાનો કેસ કોણે નોંધ્યો? એકલી પીડીપી સરકારે નહીં પણ તેમાં ભાજપ પણ જવાબદાર છે અને ભાજપનો કોઇ પ્રવકતા તેનો બચાવ કરી શકે તેમ નથી. જો એમ કહે કે મુખ્યમંત્રી મહેબુબા સરકારના નિર્ણયમાં ભાજપને વિશ્વાસમાં લેતી નથી તો આ જ ક્ષણે ભાજપે મહેબુબાને દુઆ-સલામ કહીને પોતાની શાખ બચાવી લેવી જોઇએ.