ભાજપ દ્વારા દિલ્હીમાં આયોજિત લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બે દિવસીય અભ્યાસ વર્ગની શરૂઆતમાં એક અલગ નજારો જોવા મળ્યો. સામાન્ય રીતે લોકસભા, રાજ્યસભા અને ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી આગળની હરોળમાં બેસતા હોય છે પરંતુ આ બેઠકમાં પીએમ મોદી સાંસદોની વચ્ચે પાછળની લાઈનની એક ખુરશીમાં બેસ્યા હતા.
અભ્યાસ વર્ગની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે ભાજપ તેની વિચારધારા અને વિચારસરણીને કારણે અહીં પહોંચ્યો છે. ભાજપે એક પરિવારના વારસાને કારણે આટલો મુકામ હાંસલ કર્યો નથી. મોદીએ કહ્યું કે સાંસદોએ કાર્યકરો સાથે સંવાદ જાળવી રાખવો જોઈએ,તેમની સાથે સંબંધો સાચવી રાખવા જોઈએ. એટલું જ નહીં પરંતુ સાંસદોએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ તથા આકરી મહેનત કરવી જોઈએ. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે ભાજપની કાર્યશાળામાં સાંસદોને પાર્ટીની વિચારધારાથી માંડીને સંગઠનની શિસ્તના પાઠ ભણાવાયા હતા. બેઠકમાં અમિત શાહની ઉપરાંત, રક્ષા મંત્રી રાજનાથસિંહ, તથા ભાજપના કાર્યકર અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના સાંસદો હાજર રહ્યાં હતા. પીએમ મોદી રવિવાર સાંજે સમાપન બેઠકને સંબોધિત કરશે.