કોરોના વાયરસે સમગ્ર રાજ્ય સહિત દેશમાં હાહાકાર મચાવ્યો છે. તો તેના વધતા કહેરને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ કલમ-144 પણ લગાવવામાં આવી છે. ત્યારે જામનગરમાં ભાજપના નેતાઓ દ્વારા લોકડાઉનનો ભંગ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, જામનગરમાં જિલ્લા કલેક્ટરને રાહતનિધિનો ચેક આપવામાં આવ્યો હતો. 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યાની પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ખુદ જામનગરના ભાજપના સાંસદ પૂનમ માડમ, રાજ્યના કૃષિ મંત્રી આર સી ફળદુ, અન્ન-પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અનેક અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા. જો કે, ફોટો પડાવનારા 2 લોકોએ તો માસ્ક પણ પહેર્યું નહોંતું.