ગઈકાલે ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા-મનામના બાદ આખરે આજે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું છે. તેઓએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, સરકાર કે પક્ષથી મને કોઈ તકલીફ નથી. મારા મિત્રોને ખ્યાલ છે કે, મને લાંબા સમયથી કમર અને ગરદનમાં તકલીફ રહે છે. બીમારી અને આરામ કરવાના ઉદ્દેશથી મેં રાજીનામું આપ્યું હતું.