કર્ણાટકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની દવાનાગિરી ખાતો યોજાયેલી રેલી દરમિયાન હિન્દીમાંથી કન્નડમાં અનુવાદ કરતાં લોચો પડ્યો હતો. અહીં અમિત શાહે સિદ્ધાંરમૈયા સરકાર પર હુમલો કરતા કહ્યું કે, 'સિદ્ધાંરમૈયા સરકાર કર્ણાટકનો વિકાસ નહી કરી શકે. તમે મોદીજી પર વિશ્વાસ કરીને યેદુરપ્પાને વોટ આપો. અમે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવી દેખાડીશું. પરંતુ અમિત શાહના આ નિવેદન પર વિવાદ ત્યારે થયો જ્યારે ભાજપના ધારવાડના સાંસદ પ્રહલાદ જોષીએ આ નિવેદનને કન્નડમાં અનુવાદ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ અને દલિત માટે કંઇ નહી કરશે. તેઓ દેશને બર્બાદ કરી દેશે. તમે તેમને વોટ આપો. તેમના આ ખોટા અનુવાદથી વિવાદ થયો છે.