બલિયામાં સરકારી અધિકારીઓની હાજરીમાં થયેલા હત્યાકાંડનો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. શનિવારે બૈરિયાનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ સીધેસીધા મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ અને તેનાં પરિવારનાં બચાવમાં ઉતરી પડયા હતા અને યુપીની ભાજપ સરકાર સામે ભાજપનાં ધારાસભ્યએ જ બાંયો ચઢાવી હતી. ભાજપનાં એમએલએ સુરેન્દ્ર સિંહે ધમકી આપી હતી કે જો બીજા પક્ષની એટલે કે આરોપીનાં પક્ષની ફરિયાદને આધારે કેસ નહીં કરાય તો અમે આમરણ અનશન કરીશું. ભાજપ એમએલએ સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઈન્સાફની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારી અધિકારીઓ આ કેસમાં અમારી વાત સાંભળતા જ નથી જો તેઓ આરોપીની ફરિયાદને ધ્યાનમાં લઈને કેસ નહીં કરે તો અમે રસ્તા પર ઊતરી આવીશું અને સત્યાગ્રહ કરીશું.આરોપીનાં બચાવમાં તેઓ જાતિવાદ પર ઉતરી આવ્યા હતા.