ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે. હવે મંત્રીમંડળની રચના માટે ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જુનસિંહ મુંડાની તેમજ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને નિરીક્ષકની જવાબદારી સોંપાઈ છે. આ નરીક્ષકોની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીમંડળ તેમજ મુખ્યમંત્રીના નામ પર મંથન થશે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ યોજાશે.