મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન પહેલા BJP ધારાસભ્ય કાલિદાસ કોલંબકરને પ્રોટેમ સ્પીકર બનાવામાં આવ્યા છે. રાજભવનમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેઓને શપથ અપાવ્યા. શપથ લીધા બાદ કાલિદાસ કોલંબકરે કહ્યું કે 27 નવેમ્બરે સવારે 8 વાગ્યે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. 27 નવેમ્બરે જ તમામ ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ અપાવવામાં આવશે.