ગુજરાતમાં ખાનગી શાળાઓના મનસ્વી ફી વધારા સામે ભાજપના જ ધારાસભ્યએ બાંયો ચડાવી છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો. લખ્યું કે, રાજ્યમાં ખાનગી શાળાઓ મનસ્વી રીતે ફી ઉઘરાવે છે અને જુદી-જુદી ફીના નામે વાલીઓને લૂંટે છે તેમજ અયોગ્ય શિક્ષકોની ભરતી કરે છે, ત્યારે સરકાર આ માટે કાયદો ઘડી, કડકાઈથી અમલ કરવાની જરુર છે.