પુલવામા આંતકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ માંગરોળના બણભાડુંગરને પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લુ મુકતા લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. વસાવાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પછીથી યોજાતી હોય તો કોઈને વાંધો નથી પરંતુ હવે પાકિસ્તાનને સબક શીખવવો જરૂરી છે.