-
રાવણ એટલે અભિમાન-અહંકાર, મદહોશી-સત્તાનશીન, બીજાની ઠોકડી ઉડાડનાર. દર વર્ષે રાવણ દહન વખતે આવા અવગુણોનું પણ દહન થાય છે એમ અમે માનતા હતા. પણ અમે ખોટા પડ્યા. અમને ખોટા પાડ્યા પેલા ભાજપને હોટેલ કહેનાર જવાહર ચાવડાએ. અમને ખોટા પાડ્યા પેલા જવાહર ચાવડાએ જેમને કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યાં પછી પણ મજા નહોતી આવતી એટલે તેઓ રાતોરાત મજા લેવા ભાજપમાં આવ્યાં(જાણે ભાજપ મજેદાર પાર્ટી ના હોય..)..! કેવા પ્રકારની તેમને મજા જોઇએ છે એ તો તેઓ જ જાણે પણ તેમને પાર્ટીમાં લઇને મંત્રી બનાવ્યાં બાદ ચાવડાએ પત્રકારોને કહ્યું કે હું તમારો બાપ...તે પછી ભાજપમાં પણ કેટલાક કપાળ કૂટતા હશે કે આને વળી ક્યાં લીધો...? એક તો મિડિયા સાથે માંડ માંડ ગોઠવાયું અને તેમાં વળી આ ચાવડા પત્રકારોને ભાંડે છે...!
કોંગ્રેસમાં હતા ત્યારે જ.ચા. આવા હતા..? એ સવાલનો જવાબ કોંગ્રેસમાં તેમના કોઇ સાથી આપી શકે. પણ એ કહે કે ના કહે એટલું તો પાક્કુ કે તેઓ આવા તો નહોતા. તેઓ ગાંડા નંદાની વાતો કેટલા પ્રેમથી મોદીની મજા લઇ લઇને કરતા હતા. પણ આ સત્તાનો નશો જ એવો છે કે તેને નશાબંધીનો કાયદો નડતો નથી. નવી હોટેલમાં ગયા પછી જ.ચા.એ પીરસવાનો ઓર્ડર કર્યો અને તેમની સામે સત્તાનો મંત્રીપદનો 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો અને તેને ચાખ્યા પછી જ.ચા.ની તસ્વીર અને તાસીર બન્ને બદલાઇ ગયા. સત્તાનો રસાસ્વાદ ચાખ્યા બાદ તેમના મુખેથી પેલા રાવણની જેમ એવું જ નિકળે કે “વાંધો તારા બાપ...કાંઇ હતો જ નહીં ત્યાં...!” લો બોલો..પત્રકારો સવાલ કરે તો કે તમને શું વાંધો છે..?
તો ભાઇ, જવાહર...અમને કોઇ વાંધો જ નથી. પણ તમે જે પક્ષમાં જોડાયા એના વડા મોદીને ગાંડો નંદો કહીને એમની જ પાર્ટીમાં જોડાય તો એ પણ વાંધો નથી. તમને કોઇપણ પક્ષમાં જવાનો અધિકાર. પણ સરકારમાં મંત્રી બન્યા બાદ હવે માણાવદરમાં ગરીબ લોકોના છાપરાં સોનાના નળિયા બની ગયા કે નહીં..? કેમ કે તમે જ કહેતા હતા કે સરકારની સાથે રહીએ તો મત વિસ્તારના કામો ખૂબ ઝડપથી અને વધારે થાય છે. હવે તમે મંત્રી બન્યા એટલે માણાવદરનું નામ હવે સોનાવદર થવુ જોઇએ. આમ પણ ભાજપમાં નામો બદલવાનું ચાલે જ છે. પછી ભલે અમદાવાદનું કર્ણાવતી ના થાય તો કાંઇ નહીં. મિડિયાવાળા શું કરી લેવાના છે..! વાંધો એ જ છે કે તમે...સોરી નંદાના ભાઇબંધ ચાવડા તમે નહીં, પણ કેસરિયા બ્રિગેડવાળા જ કહેતા હતા કે કર્ણાવતી કરો જ કરો. કરો જ કરો. અને પાંચ વર્ષ પૂરા થવા આવ્યાં ત્યારે એ સાંભળવા માટેના કર્ણ બંધ થઇ ગયા, વતી સાબરમતીમાં વહી ગઇ..... અને સાબરના કિનારે આવેલા ગાંધીનગરમાં બાંટવાના ઓલા ગાંડા નંદાનો ભાઇબંધ સરકારી ખુરશીમાં બેસીને સત્તાની મદમાં પત્રકારોને ભાંડે તો એટલું તો કહેવું જ પડે કે રાવણ હજુ જીવે છે બાંટવાના પેલા નંદાની જેમ..!!