મહુવા અને કપડવંજ બાદ હવે ભાજપે કલોલ મ્યુનિસિપાલિટીમાં પણ સત્તા ગુમાવી છે. ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય તે પહેલા જ ભાજપના ચાર કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. મહત્વનું છે કે, કલોલમાં 18 વર્ષ સુધી સત્તા ભાજપ પાસે હતી. આંતરિક વિખવાદથી આ ચાર કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા છે.