દિલ્લીમાં મેયરની ચૂંટણી પૂરી થયા પછી દિલ્લી નગર નિગમની સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી થઈ. જેમાં ભાજપ અને આપ કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ. ભાજપ કાઉન્સિલરો દ્વારા નારેબાજી કરવા પર હાઉસને સ્થગિત કરવુ પડ્યુ. આ દરમિયાન સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ કે કાઉન્સિલરો બેલેટ બૉક્સને જ ઉઠાવીને ફેંકી દીધુ. આ દરમિયાન થયેલા હોબાળા અને મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે.