Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી વડોદરા માંજલપુરની માત્ર એક બેઠક પર ઉમેદવાર અંગે આજે સવાર સુધી કશ્મકસ ચાલી હતી આખરે ભારતીય જનતા પાર્ટીએ 75 વર્ષથી વધુ ઉંમરના આગેવાનને ટિકિટ નહીં આપવાના નિર્ણયમાં છૂટછાટ આપી આખરે યોગેશ પટેલ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરની માંજલપુર બેઠક અંગે છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક ઉમેદવાર કે આયાતી ઉમેદવાર આવશે તે અંગેની અટકડો ચાલી રહી હતી રોજ બરોજ નિત નવા નામો ચર્ચામાં આવતા હતા તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ ૭૫ વર્ષ થી વધુ ની ઉંમરના આગેવાનને ટિકિટ આપવી નહીં તેવો નિયમ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પાસે પોતે ચૂંટણી લડશે નહીં તેવી લેખિતમાં બાંહેધરી પણ પક્ષ દ્વારા લેવામાં આવી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ