-
1995 પછી પહેલીવાર ગુજરાત ભાજપમાં ઘણું બધુ નવું નવું બની રહ્યું છે. પ્રથમવાર એવું બન્યું કે ભાજપની શેવરોલેટ ગાડીની સ્પીડ 150ની ઉપર જવાને બદલે 99એ અટકી જતાં નેતાગીરી પણ અટકી ગઇ છે કે 2019ને ધ્યાનમાં રાખીને ગુજરાત મોડેલ કોને સોંપવું...? તીરછી નજર કર્ણાટક પર જઇને અટકી છે. જે કેટલાકને ખટકી છે. કર્ણાટકના રાજ્યપાલ બનાવીને વજુભાઇ વાળા-ડબલ V ને ગુજરાતમાંથી વિદાય આપ્યા બાદ હવે તેમના શિરે ગુજરાત મૂકવાની હિલચાલ આરંભાઇ છે. વાળા બેંગ્લોરથી દિલ્હી પહોંચ્યાના અહેવાલ છે. આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ તેઓ આજ્ઞાંકારી છે. 2001માં મોદી માટે રાજકોટમાં પોતાની બેઠક ખાલી કરી આપી. 2012માં તેમને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા. તેઓ બની ગયા. 2014માં મોદી વડાપ્રધાન બન્યા એટલે ગુજરાતમાં તેમના અનુગામી બનેલા આનંદીબેન પટેલને લઇને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવાની ઓફર થઇ તો બંદા તૈયાર. હવે જ્યારે ભાજપને એમ લાગે છે કે વાળાને ગુજરાત સોંપીએ તો કેવું..? એટલે મનનું મંથન કહેતા મનોમંથન શરૂ થયું છે. આમ તો વાળાની ઉંમર 70ની આસપાસ છે. સાંભળવામાં થોડીક તકલીફ ખરી. પણ ચાલે. આમ પણ જીત્યા પછી કોણ સાંભળે છે...!! ના ના..સાવ એવું નથી. સાંભળે...પણ એમને જે અને જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળે. જો વાળા ગુજરાતના સીએમ બને તો સરકારમાં અને વિધાનસભામાં મોજ પડી જાય...મોજે દરિયા.....જાત જાતના અને ભાત ભાતના ટુચકાઓથી ગંભીરમાં ગંભીર આક્ષેપને હાસ્યમાં ફેરવી નાંખે. અને વિપક્ષ પણ હસતાં હસતાં બેસી જાય... અને આમ પણ વિપક્ષમાં આ વખતે છે કોણ...? વાળા પોતાની આવડતથી ભલભલાને પાણી પીવડાવી દે એવા સફેદવસ્ત્રધારી નેતા છે. ભાજપમાં આમ તો બીજા નામોમાં રૂપાણી તો છે જ. ઉપરાંત પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામોની સાથે કોઇએ વળી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું નામ પણ ધીરેથી વહેતું કર્યું છે. જો આ બધા નામો હોય તો કદાવર નેતા અમિત શાહ કેમ નહીં. કારણ જગ જાહેર છે. ગુજરાતમાં ભાજપ હવે લંગડાય છે. 99 બેઠકો પર આવી ગયું છે ભાજપ. 99માંથી કોંગ્રેસની જેમ 80 પર પહોંચતા વાર નહીં લાગે. કેમ કે, યે તો પબ્લીક હૈ...યે સબ જાનતી હૈ......2001માં શું થયું હતું? ભૂકંપ પછી ભાજપ નબળું પડી ગયું. નેતા નહીં બદલાય તો ભાજપ ગયું હાથમાંથી. અને 7 ઓક્ટોબર 2001ના રોજ જેમની તાજપોશી થઇ તેમણે પાછા વળીને જોયું નથી. પક્ષ તમામ રીતે મજબૂત બન્યું. તેમના દિલ્હીગમન પછી 3 વર્ષમાં જ 18 ડિસે. પછી ભાજપમાં નબળાઇ આવી ગઇ હોવાનું પૂરવાર થયું છે. તેથી તેને 2019 અને તે પછી 2022 માટે ટકાવી રાખવા ચાણક્યની જરૂર પડે. અને ચાણક્ય તૈયાર છે. લગાવો શરત કોણ બનશે ગુજરાતનો નાથ.....? વાળા.....ફરી રૂપાણી.....કે ચાણક્ય....થોભો. જાહેરાત થવામાં કાંઇ વાર નથી.