વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને સાતેય વિધાનસભા બેઠકો માટે ભાજપા દ્વારા ઇન્ચાર્જઓની નિમણૂંક કરવામાં આવી છે. મોરવા હડફ વિધાનસભા બેઠક પર પાર્ટી તરફથી પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ અને સરકાર તરફથી મંત્રી ગણપતભાઇ વસાવા, લુણાવાડા વિધાનસભા બેઠક પર પાર્ટી તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને સરકાર તરફથી મંત્રી જયદ્રથસિંહ પરમાર, થરાદ વિધાનસભા માટે પાર્ટી તરફથી બનાસકાંઠા જિલ્લા પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા અને સરકાર તરફથી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ખેરાલુ વિધાનસભા બેઠક માટે પાર્ટી તરફ મહેસાણા જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ અને સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, અમરાઈવાડી વિધાનસભા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા અને સરકાર તરફથી મંત્રી આર.સી.ફળદુ, રાધનપુર વિધાનસભા બેઠક માટે પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તથા સરકાર તરફથી મંત્રી દિલીપસિંહ ઠાકોરની નિમણુંક કરવામાં આવી છે, જ્યારે બાયડ વિધાનસભા માટે પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી તથા સરકાર તરફથી મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.