પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર રાજ્યના દિનહાટામાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક નેતાનું નામ પ્રશાંત રૉય બસુનિયા છે. દિનહાટાના શિમુલતાલા વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. ભાજપે આ હત્યા પાછળ સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ (TMC) દ્વારા સમર્થિત ગુનેગારોને પર આરોપ લગાવ્યો છે. જોકે દર વખતની જેમ આ વખતે પણ TMCએ આરોપોને રદીયો આપી દીધો છે