મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં મોડી રાત્રે બાઈક પર આવેલા બે શખ્સોએ ભાજપ નેતા (BJP leader)ની સરજાહેર ગોળી મારીને હત્યા કરી નાખી છે. ઘટના શહેરના એમજી રોડ (M G Road) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી દીધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના શહેરના એમજી રોડ વિસ્તારના ચિમનબાગ ચોક પર બની હતી. શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાઈક પર આવેલા બે બદમાશો મોનુ કલ્યાણે પર ફાયરિંગ કરીને નાશી છૂટ્યા હતા. જો કે તે બચી ગયા હતા. ગોળી વાગવાથી મોનું તરત જ જમીન પર પડી ગયો હતો.