સત્તા કામ કરવા માટે હોય છે પાવર દેખાડવા માટે નથી પરંતુ ગુજરાતમાં ભાજપ ધારાસભ્યને સત્તા કામ કરવા માટે નહીં પણ પાવર દેખાડવા માટે હોય છે! એક એવી અન્ય ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના ધારાસભ્યોની માફક હવે કોર્પોરેટરો પણ સત્તાના નશામાં છાકટા બન્યા છે. કોર્પોરેટરો પણ જનતાની સેવા કરવાને બદલે દાદાગરી કરીને સત્તાનો દુરઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદના અસલાલી પાસે આવેલા બારેજામાં પાર્કીગ બાબતે હિતેશ રબારી રહીશોને પરેશાન કરતો હોવાને લઇને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ ઘટના બાદ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે હિતેશ સોસાયટીમાં વસવાટ ન કરતો હોવા છતા પણ 23 નંબરના બંગલોમાં રહેતા દર્શનાબેનના કહેવાથી કોમન પ્લોટને પાર્કીગમાં તબદીલ કરવા ધાકધમકી આપી રહ્યો છે. તેમજ ભાજપનો કાઉન્સિલર હોવાને કારણે એફઆઇઆરમાં અમારા મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
બીજી તરફ હિતેશ રબારીએ પણ સેક્ર્ટરી નીતીન પટેલ સામે એફઆઇઆર કરી છે. ત્યારે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે ભીનું સંકેલાય છે કે પછી પિડીતાઓને ન્યાય મળે છે તે જોવુ રહ્યુ?