સુરતના પૂર્વ મેયર રાજેન્દ્ર દેસાઈના મોટાભાઈ દેવેન્દ્ર દેસાઈએ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ કરી વિવાદ સર્જ્યો. દેવેન્દ્ર દેસાઈએ વોર્ડ નંબર -20ના વોટ્સએપ ગ્રુપમાં હેપ્પી હોલી એડવાન્સના લખાણ સાથે અશ્લીલ ફોટો પોસ્ટ કર્યો. વિવાદ સર્જાતા દેવેન્દ્રભાઈએ ખુલાસો કર્યો કે તેમનાથી ભૂલથી આ ફોટો પોસ્ટ થઈ ગયો હતો. આ ઘટના પછી તે આ વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી ગયા.