હવે નિકાહ, હલાલા અને બહુપત્નીત્વ ગેરબંધારણીય છે કે નહીં તેની સમીક્ષા સુપ્રીમ કોર્ટ કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિક્ષાના વડપણ હેઠળ આ કેસ બંધારણીય બેન્ચને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે કેન્દ્ર સરકારની જવાબ રજૂ કરવા માટે નોટિસ જારી કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની સાથોસાથે દિલ્હીની બે મુસ્લિમ મહિલાઓએ આ પિટિશન રજૂ કરી છે.