થોડા દિવસ પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે ઉત્તર ગુજરાતમાં ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો પર ઓકટોબર મહિનામાં ચુંટણી યોજાવાની છે. રાધનપુરથી પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, થરાદથી સાંસદ પરબત પેટલના પુત્ર શૈલેશ પટેલ અને ખેરાલુથી અલ્પેશ ઠાકોર ચુંટણી લડે તેવી સંભાવના વ્યક્ત થઇ હતી અને ભાજપે ગોઠવણ કરી છે પરંતુ અમિત શાહ આજે ગુજરાત આવી પહોંચ્યા છે તેની વચ્ચે ભાજપના અંદર ખાને સમીકરણો બદલાયા છે તેવું જાણવા મળ્યું છે. અમિતભાઈ શાહ સાથેની રમીલાબેન દેસાઇની મુલાકાત વીસ મિનિટથી વધું ચાલી હતી. સૂત્રો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ખેરાલુ સીટ પરથી રમીલાબેન દેસાઇ ચૂંટણી લડી શકે છે.
રમીલાબેન દેસાઈને દેશના ગૃહ મંત્રી અમિત શાહે બાંયધરી ટિકિટ માટે આપી છે. અત્રે નોંધનીય છે કે રમીલાબેન દેસાઈ ખેરાલુ વિધાનસભાના કદાવર નેતા છે અને આંજણા ચૌધરી સમાજના પ્રતિભાશાળી વ્યક્તિ અને એક જાણીતું નામ છે. એક વાત સ્પષ્ટ થઇ છે કે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ રમીલાબેન દેસાઈનું સમર્થન કર્યું છે. અલ્પેશ ઠાકોર પ્રત્યે વિરોધ દર્શાવ્યો છે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.