કથાકાર મોરારી બાપુ પર દ્વારકામાં હુમલો થતા સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, દ્વારકા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપુ પર હુમલો કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે જયારે મોરારી બાપુ પર હુમલો કર્યો ત્યારે ભાજપના સાંસદ પૂનમબેન માડમ ત્યાં હાજર હતા અને તેમણે મધ્યસ્થી કરીને પબુભા માણેક અટકાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ મોરારી બાપુએ ભગવાન કૃષ્ણ અને તેમના પરિવાર અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ રોષે ભરાયેલા આહીર સમાજે આ ટિપ્પણીનો વિરોધ કરવાની સાથે મોરારી બાપુને દ્વારકા જઈ માફી માંગવાનું જણાવ્યું હતું.