તામિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદર મલ્લામારુવથુર પાસે અકસ્માતનો ભોગ બન્યા. અકસ્માતમાં તેમની ગાડીને ખુબ નુકસાન થયું. જો કે તેમને કોઈ ઈજા થઈ નથી. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી.
ખુશ્બુ સુંદરે ટ્વિટર પર લખ્યું કે તેમની કારનો અકસ્માત થયો. તેમની કારને મલ્લમારુવથુર પાસે એક કન્ટેઈનરે ટક્કર મારી. તેઓ કુડ્ડાલોર જઈ રહ્યા હતા. જ્યાં તેઓ વેલયાત્રઈમાં ભાગ લેવાના હતા. તેમણે લખ્યું કે ભગવાન મુરુગને તેમને બચાવી લીધા. તેમના પતિને ભગવાન મુરુગન પર અપાર શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.