કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજકારણ ચરમસીમા પર છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. હવે કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ભાજપના નેતાઓ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.