પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે, ભાજપ તેમની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યો છે. નંદીગ્રામમાં મમતા બેનરજી પર કિથત હુમલાની ઘટના પછી ચૂંટણી પંચે તેમના સિક્યોરિટી ડિરેક્ટરને હટાવતાં મમતા ધૂંઆપૂંઆ થયા છે.
મમતાએ કહ્યું કે ચૂંટણી પંચને હાથો બનાવીને ભાજપ તેમની હત્યા કરવાનું કાવતરૂં ઘડી રહ્યો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ તરફ ઈશારો કરતાં સવાલ કર્યો કે, ગૃહમંત્રી દેશ ચલાવશે કે બંગાળમાં અમને પરેશાન કરવાનું કાવતરૂં ઘડશે?