કેન્દ્રના ગૃહ તથા સહકાર મંત્રી, અમિત શાહે, ગુરુવારે રાત્રે એજન્ડા- આજતક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કેટલાએ મહત્વના મુદ્દાઓ ઉપર પોતાના વિચારો દર્શાવ્યા હતા. જે દરમિયાન તેઓએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અંગે કહ્યું કે, ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યુસીસી સમગ્ર દેશમાં અમલી કરવા માટે કૃત નિશ્ચયી છે. તેમાંથી અમે બે ડગલા પણ પાછા હઠશું નહીં.